Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કિશાન કાયદા વિરુદ્ધમાં યુથ કોંગ્રેસે મશાલ રેલી : કોંગ્રેસીઓની અટકાયત કરતી પોલીસ

Share

કિસાન કાયદાના વિરોધમાં સમગ્ર વિશ્વમાં કોંગ્રેસ મેદાનમાં ઊતર્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોના કાળા કાયદા રદ કરવાની માંગ સાથે મસાલ રેલીનું આયોજન કરાયું હતું જેમાં શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું જેને લઇ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

ભરૂચમાં પણ કિસાનોના સમર્થનમાં કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો આપી રહી છે. જેના પગલે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મશાલ રેલીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસી અને યુથ કોંગ્રેસના હોદેદારો એકત્ર થયા હતા. જેમાં પોલીસ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો સાથે ઘર્ષણ સર્જાયું હતું જેના પગલે પોલીસે કેટલાય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાની ફરજ પડી હતી. સદર કાર્યક્રમમાં શેરખાન પઠાણ,સકીલ અકુજી,હેમેન્દ્ર કોઠીવાલ,યોગી પટેલ,સલીમ અમદાવાદી, દિનેશ અડવાણી,જ્યોતિબેન તડવી સહિત ના આગેવાનો અને કર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર શોપિંગ કોમ્પલેક્સ ખોખલું અને તકલાદી સાબિત થયું જાણો કેમ ?

ProudOfGujarat

જુનાગઢ : CM ભુપેન્દ્ર પટેલે ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું, 74 કરોડના ખર્ચે થયું નવીનીકરણ

ProudOfGujarat

ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!