છેલ્લા દોઢેક વર્ષથી નાસતા-ફરતા વિશ્વાસઘાત અને છેતરપિંડીની ગુનાના આરોપી નેપાલેજ પોલીસે પકડી પાડી કસ્ટડી ભેગો કર્યા હતો. પાલેજ પી.આઈ રજીયાની સુચના અન્વયે નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા ટીમ બનાવી જેમાં પાલેજ પી.આઇ રજીયા, એસ.સી પ્રવીણ સિંહ ગુપ્તાજી,પોલીસ કોન્સ્ટેબલ અશોક ગીગા, શંકરભાઈ નગરિયા દ્વારા પાલેજ પોલીસે ઇપીકો કલમ ૪૨૦/૧૨૦ બી/ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એકટ ૬૬(બી)૬૬ (ડી) મુજબના ગુનાના કામનો આરોપી સંદીપ શિંગ મદન શીંગ ઉ.વ.૪૦ રહેવાસી SA/૫૦૩ ગુલમહોર ટાવર સરણજીવ બિહારી,સેક્ટર-૬ ગાજીયા બાદ યુ.પી ઉત્તર પ્રદેશની ૨૯ ડિસેમ્બરના રોજ તેના રહેઠાણના સ્થળે દરોડો પાડી હસ્તગત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી પાલેજ પોલીસ સ્ટેશન ટંકારીયા ગામની ઘટનાની કાર્યવાહી કરવા પાલેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીએ આઈ.સી.આઈ.સી બેક વિમા વિભાગના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી પોતાનાં બેંક ખાતાની વિગતો મેસેજથી ફરિયાદીને મોકલી અને તારીખ ૮-૬-૨૦૧૬ થી ૮-૩-૨૦૧૭ દરમ્યાન ફરિયાદી પાસેથી ૧૨ લાખ ૮૬૪૫૨ ભરાવી ફરિયાદીની વીમા પોલીસી ચાલુ નહિ કરી તથા ફરિયાદીએ ભરેલ નાણાં આજદિન સુધી પરત નહિ આપી ગુના સબબની ફરિયાદી ઐયુબ ઇબ્રાહિમ દશુંએ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ