Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વાલિયા તાલુકામાં સરકારનો કપાસ લેવાના ધોરણોમાં તઘલખી નિર્ણય બદલવા કોંગ્રેસ પ્રમુખ સહિતની મામલતદાર સમક્ષ રજૂઆત…

Share

ભરૂચમાં કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ વસાવાની આગેવાનીમાં વાલિયા મામલતદાર કચેરી ખાતે સરકારનાં કપાસ લેવાના ધારાધોરણ બદલાવનાં વિરોધમાં એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વાલિયાનાં ખેડૂતોએ પકાવેલ કપાસની ખરીદી લધુત્તમ પાયે ચાલુ હોય આ વિસ્તારનાં ખેડૂતોની પરિસ્થિતી અત્યંત દયનીય છે. અહીં વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, ડેડીયાપાડા, માંગરોળ, સાગબારાનાં ખેડૂતો અત્યંત ગરીબી અને પછાત વિસ્તારમાં વસવાટ કરતાં હોય છે. તેમની પાસે કપાસનું વાવેતર કરી તેના સંગ્રહ માટે ગોડાઉનની પણ વ્યવસ્થા નથી હોતી આથી આ ખેડૂતો કપાસ વેચવા માટે ભારતીય કપાસ નિગમ લિમિટેડ કપાસ લેઈ તો એ.પી.એમ.સી. નાં માધ્યમથી ખેડૂતોને કપાસ વેચાણમાં વધુને વધુ સારા ભાવ મળી રહે અને કપાસની ખરીદી વધારવા વાલિયા મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે કોંગ્રેસ પ્રમુખ રાકેશ વસાવા, યુવા કોંગ્રેસ મહામંત્રી સુરેન્દ્રસિંહ અટોદરિયા, સુધીરસિંહ અટોદરિયા, રણજીતસિંહ અટોદરિયા, ધર્મેન્દ્રસિંહ મહિડા, બિપિનભાઈ વસાવા, હિતેન્દ્રસિંહ ખેર, અરવિંદભાઈ વસાવા સહિતનાં કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ૬ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૮૪

ProudOfGujarat

સમગ્ર દેશના 10 લાખ કર્મચારીઓ આજથી હડતાળ પર, સેલરી થઈ શકે છે લેટ,

ProudOfGujarat

અંકલેશ્વરમાં તા.25 એ “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!