ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા વકીલો તથા હત્યાનો ભોગ બનેલા સહિતના વકીલોને વકીલ મંડળોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વકીલોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગ ઉચ્ચારવામાં આવી છે.
આજે ભરૂચ બાર એસોસિએશનનાં તમામ વકીલોએ સાથે મળી કોરોના કાળમાં મૃત્યુ પામેલા એડવોકેટ સ્વ.જશુભાઇ ડી. જાદવ, સ્વ. શશિકાંત પટેલ, સ્વ. જતિનભાઈ મોદી, સ્વ.રાજેશ્રીબેન મોદી, સ્વ.કિર્તિબેન ભટ્ટ, સ્વ.કમલેશ વસાવા એમ કુલ છ વકીલો કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હોય જેનો રેફરન્સ અને શ્રદ્ધાંજલી આપવા આજે ભરૂચ બાર એસોસિએશનનાં તમામ એડવોકેટ એકઠા થઈ સદગત મૃત્યુ પામેલા વકીલોના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ભરૂચના સિનિયર વકીલ જશુભાઈ જાદવ મારામારી પ્રકરણમાં મોત નીપજ્યું હતું જેને લઇ વકીલ મંડળમાં પણ રોષ જોવા મળ્યો હતો ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા કોરોના કાળમાં અવસાન પામેલા તથા અન્ય કુદરતી રીતે નિધન થયેલા વકીલોને વકીલ મંડળોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વકીલ સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગ કરી હતી.
ભરૂચ બાર એસોસિએશનમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર વકીલોને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો.
Advertisement