Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લખી ગામમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકલ યુવાનોને રોજગારી ન આપતા તેમજ પ્રદૂષણ ફેલાવવાનાં મુદ્દે ગામલોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું…

Share

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં લખી ગામમાં કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ અંગે સરપંચ દ્વારા કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

લખી ગામના સરપંચ દ્વારા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અહીં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ નામની ખાનગી કંપની દ્વારા અવારનવાર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. અનેક વખત ગુજરાતનાં મુખ્યમંત્રી અને આ વિસ્તારનાં ધારાસભ્યને, જીલ્લા પંચાયતનાં પ્રમુખને જાણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા દેશનાં પ્રધાનમંત્રીને પણ આ કામની દ્વાર ફેલાવવામાં આવતા પ્રદૂષણની જાણ કરાઇ છે. તેમ છતાં સત્તાધારી પક્ષ ભાજપનાં શાસકો દ્વારા આ ખાનગી કંપની સમક્ષ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેમજ આ ગામમાં અનેક ભણેલા યુવકો છે તેમણે અહીં રોજગારી આપવામાં આવે તેવી અનેક વખત ખાનગી કંપનીનાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. અહીંનાં યુવકોને આ કામની રોજગારીથી વંચિત રાખે છે, તો બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે અહીં પ્રદૂષણમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. આ ખાનગી કંપનીઓ સામે સરકાર દ્વારા જો કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો અમારા દ્વારા આરતી ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

અમદાવાદની રથયાત્રામાં ગુમ થયેલા 72 લોકોનું “સ્પેશિયલ-56” ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

ProudOfGujarat

પાર્કિંગમાં પાર્ક કરાયેલી લક્ઝરી બસમાં મૂકેલી બેગમાંથી એક લાખ ઉપરાંતની મત્તાની ચોરી.

ProudOfGujarat

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!