Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં નવગ્રહ મંદિર નર્મદા નદીનાં ઓવારે માં ટુર્નામેન્ટ વસાવા સમાજ દ્વારા ક્રિકેટ યોજાઈ…

Share

ભરૂચનાં લાલબજાર વિસ્તારમાં આવેલા નવગ્રહ મંદિર નજીકના નર્મદા ઓવારે માં ટુર્નામેન્ટ વસાવા સમાજ દ્વારા ક્રિકેટ યોજવામાં આવી હતી. જેમાં સતીષ ઇલેવન ટીમનો ૧૬ રને વિજય થતાં તેઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા અને સતિષ ઇલેવનની ટીમને ફટાકડા ફોડી આવકારી લેવાયા હતા.

ભરૂચમાં માં ટુર્નામેન્ટ વસાવા સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટનું આયોજન કરવામાં આવતું હોય છે જે ગત રોજ ભરૂચનાં નવગ્રહ મંદિર નજીક નર્મદા નદીના ઓવારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ જેમાં ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં બે ટીમો ફાઇનલમાં ઉતરી હતી જેમાં સતીશ ઇલેવન ટીમનો ૧૬ રનથી વિજય થયો હતો. આમ વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરાઇ હતી અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ ખેલાડી તરીકે સાગરભાઇ તથા બેસ્ટ બોલર તરીકે વિજય ભાઈને પણ ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ રસિકોએ ક્રિકેટ પૂર્ણ થતા જ જીતની ખુશીમાં ઝુમી ઉઠયા હતા અને ફટાકડા ફોડી ખુશી ટ્રોફી સાથે ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી નગરસેવક મનહરભાઈ પરમાર તથા પત્રકાર દિનેશ મકવાણા ઉપસ્થિત રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરૂણ મોત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામેથી રૃપિયા ૧,૩૭,૨૦૦ નો વિદેશી દારૂ વેડચ પોલીસે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

રાજકોટમાં યુવકે માતાને ઝેર આપી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!