ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં જાહેર માર્ગો ઉપર જઈએ તો રહેતી અને કપચીનો વ્યવસાય કરનારા લોકોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આજે વ્યક્તિ ભરેલો ટેમ્પો ચાલકે ટેમ્પો ફૂટપાથ ઉપર શાકભાજીનો વેપાર કરી રહેલા આવો ઉપર ચડાવી દેતા શાકભાજી વેપારીને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ચાલકને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જ્યોતિનગર નજીક જાહેર માર્ગોની ઉપર જ ગેરકાયદેસર રીતે કેબિન મૂકી રસ્તા ઉપર જતો રેતી કપચીના ખડકલાઓ કરી દિવસ રાત અને રેતી ભરેલા ભારે વાહનો જાહેર માર્ગો પરથી પસાર થતા હોય છે અને ગફલત રીતે વાહનો હંકારવામાં આવતા ઘણી વખત અકસ્માતોની ઘટના બની રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ એક રેતી ભરેલ ટેમ્પો ચાલકે મકતમપુર પાટિયા નજીક પોતાનો ટેમ્પો ગફલત ભરી રીતે હંકારી રોડ સાઇડ ઉપર શાકભાજીના વેપારીઓએ ઉપર ચડાવી દેતા પતરાવાળા ઓમાન અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં એક શાકભાજીના વેપારીને ગંભીર ઇજાઓ થતાં તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે રોષે ભરાયેલા ટોળાઓએ ટેમ્પો ચાલકને ટેમ્પોમાંથી બહાર કાઢી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગેરકાયદેસર રેતી ઈંટો, કપચીના ઢગલાઓ કરી ગેરકાયદેસર વેપાર ધંધો ચાલતો હોવા છતાં ભોલાવ ગ્રામ પંચાયત મૌન સેવી બેઠું છે અને અનેકવાર ગ્રામ પંચાયતના કેટલાક સભ્યો રેતી કપચી અને અન્ય કેબિન ધારકો પાસેથી ઉઘરાણી પણ કરતા હોવાના અનેક વાર આક્ષેપો થયા છે જેના કારણે પણ ભોલાવ ગ્રામ પંચાયતના જ સભ્યોના છુપા આર્શીવાદ દબાણકારો ઉપર હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.
ભરૂચનાં જયોતિનગરમાં ટેમ્પો બેકાબુ બનતા સર્જાયો અકસ્માત : અકસ્માતમાં શાકભાજીનાં વેપારી બન્યા ઇજાગ્રસ્ત…
Advertisement