Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનાં 136 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ….

Share

ભરૂચનાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે સવારે કોંગ્રેસ પક્ષનાં 136 માં સ્થાપના દિનની ઉજવણીનાં ભાગરૂપે જીલ્લા પ્રમુખ પરીમલસિંહ રણાએ કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવી સલામી આપી આજના દિનની ઉજવણી કરી હતી

અને પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો આજે 136 મો સ્થાપના દિન છે. સમગ્ર પ્રજાજનોને તેમણે ભારતીય કોંગ્રેસ પક્ષનાં બલિદાનનાં ઇતિહાસની વાત કરી હતી. જેમાં તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે અંગ્રેજોની આઝાદીની ચળવળ હોય કે આધુનિક સમયમાં પ્રજાની મોંધવારી, ભાવ વધારો સહિતનાં મુદ્દામાં કોંગ્રેસ પક્ષ હરહંમેશ પ્રજાની સાથે રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે હંમેશા લોકોનાં પ્રશ્નોને વાચા આપી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની આપના પ.પૂ. રાષ્ટ્રીય પિતા ગાંધીજીએ કરી હતી.

તેમના નેતૃત્વમાં કોંગ્રેસે અનેક બલિદાનો આપ્યા છે. આજે પણ લોકો “મારું ઘર એ કોંગ્રેસનું ઘર” માની આજના દિનની ઉજવણી કરે છે. કોંગ્રેસ પક્ષએ પૂજય ગાંધી બાપુનાં વિચારોને માનનારો પક્ષ છે. તેવું જણાવતા ભરૂચનાં જીલ્લા પ્રમુખે આજે સામાન્ય લોકો વચ્ચે જઈ કોંગ્રેસની વીરગાથા રજૂ કરી હતી અને ગાંધીજીનો પક્ષ કહી લોકો વચ્ચે ગાંધીજીનાં વિચારોને માનનારો પક્ષ વર્ણવ્યો હતો.

આજે ભરૂચમાં કોંગ્રેસી કાર્યકરોએ કાર્યાલય ખાતે આજના દિનની હર્ષભેર ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, શેરખાન પઠાણ, સંદિપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રણા, હેમેન્દ્ર કોઠીવાલા, વિક્કી શોખી, સમસાદ અલી સૈયદ, જ્યોતિબેન તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વહેલી સવારે ભરૂચ નગરના આજુબાજુના વિસ્તારને બાનમાં લેતું ધુમ્મસ નું વાતાવરણ

ProudOfGujarat

વાંકલ : જિલ્લાફેર બદલીમાં આવનાર શિક્ષક જોગ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં હનુમાન જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!