ભરૂચના બાયપાસ રોડ પર બી ડિવિઝન પોલિસ મથકના પોલિસકર્મી દ્વારા ફ્રૂટની લારી પર દંડા મારી અત્યાચાર કરતા ફોટા અને વિડીયો વાયરલ થયો છે.
ભરૂચ વિવિધ વિસ્તારોમાં પોલિસકર્મી દ્વારા લોકોએ માસ્ક ન પહેર્યો હોય ત્યારે દંડની વસુલાત કરવામાં આવતી હોય છે. પોલિસ અવાર-નવાર જનતાને કાયદાનું ભાન કરાવતી હોય છે. પરંતુ આજે ભરૂચના બાયપાસ રોડ પાસે હાફ માસ્કમાં વર્દી વગર દંડા વડે લારીઓ પર નુકશાન કરતા સામે આવ્યું છે. માસ્ક સહિતના કાયદાનું ભરૂચ પોલીસકર્મીઓ આમ જનતાને ભાન કરાવતી પોલીસ દ્વારા ફ્રૂટની લારીઓ પર દંડા મારવામાં આવતા ફ્રુટના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. બી ડિવિઝન પોલિસ મથકના તોડ-ફોડ કરનાર આ પોલીસકર્મીનું નામ ધર્મેશ હોવાની વિગતો ચર્ચામાં છે. બી ડિવિઝન પોલીસ મથકના આ પોલીસકર્મીના આ પ્રકારના વર્તનથી સ્થાનિક ફ્રુટ અને શાકભાજીના વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. બી ડિવિઝન પોલીસ મથકના પોલીસની વધતી જતી હેરાનગતિથી સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ભરૂચનાં બાયપાસ રોડ પર પોલીસે ફ્રૂટની લારીની તોડફોડ કરતા વેપારીઓમાં રોષની લાગણી…
Advertisement