ગત 17 ડિસેમ્બરના રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા સુપર સ્ટોર નજીક નજીવી બાબતે 4 થી 5 લોકોએ વકીલ પર હિંસક હુમલો કરી કર્યો હતો. વકીલનું સારવાર દરમિયાન આજે હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. જેને પગલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતકની લાશ ન ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી છે. વકીલ સાથે મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ભરૂચના ભોલાવ ખાતે આવેલી અલકનંદા ગેલેક્ષી ખાતે રહેતા અને વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષીય જશુભાઇ જાદવ 17 ડિસેમ્બરે તેમના ઘર પાસે આવેલી વ્રજ વિહાર સોસાયટી ખાતેની કચ્છ સુપર સ્ટોરમાં સામાન ખરીદી કરવા ગયા હતા. સામાન ખરીદ્યા બાદ તેઓ કાઉન્ટરના ટેબલ પર સામાન મૂકવા માટે ત્યાં ઉભેલા યુવાનને જગ્યા કરવા કહેતા યુવાને તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. દરમિયાનમાં તેણે તેના અન્ય બે ત્રણ સાગરિતો સાથે આવીને વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલાખોરો પૈકીના બે શખ્સોના નામ દિનુભા શિવસિંહ રાણા તેમજ પ્રવિણ હોવાનું માલુમ પડ્યું હતું. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું છે.
ત્યારબાદ પોલીસની કામગીરી સામે પરિવારે સવાલો ઉઠાવ્યા 17 ડિસેમ્બરે રોજ દિનુભ રણા અને પ્રવિણભાઇ સહિત ચારથી પાંચ લોકોએ વૃદ્ધ વકીલ પર હિંસક હુમલો કર્યો હતો. જેને ભરૂચના ઝાડેશ્વરની ગ્લોબલ હોસ્પિટલ પર દલિત સમાજ દોડી આવ્યો હતો અને હોસ્પિટલની બહાર જ રોડ પર બેસી જઈને દલિત સમાજે દેખાવ કર્યાં હતા. સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ઉનડકટ અને LCB પીઆઈ ઘટના સ્થળે દોડી આવતા મૃતકના પરિવાર સહિત દલિત સમાજે પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કર્યાં હતા અને હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી. મૃતકના પુત્રોએ એએસપી અને તપાસ અધિકારી પોલીસ અધિકારી વિકાસ સુંડાને આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાની રજૂઆતો પણ કરી હતી.
ભરૂચ : ભોલાવ વિસ્તારમાં દલિત યુવક સાથે મારામારી બાદ યુવકનું સારવાર બાદ મોત થતા પરિવારજનોનો હોસ્પિટલ ખાતે હંગામો, જાણો વધુ.
Advertisement