આગામી સમયમાં જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર હોય આ સમયમાં સ્થાનિક સ્વરાજનું રાજકારણ ગરમાયું છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 100 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા હતાં.
સ્થાનિક ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર હોય આવા સમયમાં ભરૂચ શહેરના બંને પક્ષો પોત પોતાના કાર્યરીતિથી લોકોને પોતાના તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 100 વધુ લોકો સ્વેચ્છાએ કોંગ્રેસમાં જોડાયા હતા અને આ તમામ કોંગ્રેસમાં જોડાનાર લોકો ભરૂચની આસપાસના ઉપરાલી, આમલોદ, ભરથાણા સહિતના વિસ્તારોમાંથી આવે છે. આજે જોડાનાર કવિઠા, ભરથાણા ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં લોકોના વિકાસના કાર્યો થતાં ન હોય સતત અવગણના થતી હોય આથી અમો આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સહમત થઈ જોડાયા છીએ, આગામી સમયમાં કોંગ્રેસના કાર્યકર સાથે મળીને કામ કરશે.
આ તકે મહેશભાઈ, ચંદ્રકાંતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના રાજમાં સતત ઉપેક્ષા અને અવગણના સહન કરી છે આથી આજે કોંગ્રેસમાં જોડાતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. કોંગ્રેસના આગેવાન અને જિલ્લા અધ્યક્ષ પરિમલ સિંહ, જિલ્લા પંચાયતના સભ્ય સકીલભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકર્તા અને સ્નેહી હસુકાકાએ મને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યો છે તેના માટે આપ સૌ આભારી છું. આજે અમારી સાથે 100 થી વધુ લોકો ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કાર્યકરો ભાજપ સરકાર અને ભાજપની નીતિરીતિથી કંટાળી ગઈ છે આ તેનો મહત્વનો પુરાવો છે.
ભરૂચમાં રાજકારણ ગરમાયું, ભાજપ સાથે છેડો ફાડી 100 થી વધુ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
Advertisement