ગુજરાતભરમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે જેમાં ભરૂચ જિલ્લા પંચાયત અને ભરૂચ નગરપાલિકા ચૂંટણીઓ યોજાનાર હોય આ ચૂંટણીના અનુસંધાને ઝઘડિયા બીટીપી નાં ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે એમણે આ નિવેદનમાં જણાવ્યું છે કે આગામી ચૂંટણીમાં ઓવૈસી ની મહત્વની એન્ટ્રી કરશે ગુજરાતના રાજકારણમાં ઓવૈસી મહત્વની ભૂમિકા ભજવશે. તો આગામી સ્થાનિક ચૂંટણીમાં ઓવૈસીમાં આવતા આ વિસ્તારના લોકો સાથે ગઠબંધન કરી ચૂંટણીમાં તૈયારીના ભાગરૂપે સ્થાનિક ઓવૈસી સમાજના હોદ્દેદારો સાથે વાટાઘાટો કરવાની શક્યતા છે.
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું તેમજ ભરૂચ વિસ્તારમાં કોઈ આતંકવાદી કે નકસલવાદી પ્રવૃત્તિ કરનારા નથી.આ વિસ્તારમાં નાના નાના ગામડાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. અહીં આસપાસના વિસ્તારો ઝઘડિયા કે દહેજમાં અનેક કોર્પોરેટ કંપનીઓ આવેલી છે આથી અમો ઈકો સેન્સીટીવ ઝોન સામે આદિવાસીઓને બચાવવાની ભૂમિકા ભજવીશું. બીટીપી હંમેશા ખેડૂતોની સાથે રહી છે. ખેડૂતોના પ્રશ્નોને પોતાના પ્રશ્નો માની બીટીપી હંમેશા સરકાર પર પ્રહારો કર્યા છે પરંતુ હાલના સમયમાં એવું લાગી રહ્યું છે કે કોર્પોરેટ સરકારને ગાઈડ કરે છે. સરકારે ખાનગી કંપનીઓને ઘૂંટણિયા ટેકવી દીધા હોય આજના સમયમાં દેવામાં મોંઘવારી સહિતના અનેક પ્રશ્નો અસ્તિત્વમાં છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા તેમજ ખેડૂતોના મુદ્દે સરકારે કોઈ સરાહનીય પગલા ન લેતા અમો ઓવૈસી આગામી સમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં સરકારને જવાબ આપીશું અને આવનાર ચૂંટણીમાં ઓવૈસી મહત્વની ભૂમિકા ભજવશે તેમ છોટુભાઈ વસાવાએ પોતાના મહત્વના નિવેદનમાં જણાવ્યું હતું.