લવ જેહાદના માધ્યમથી દીકરીઓને હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરવાના ષડયંત્રોની સામે ગુજરાત સરકાર દ્વારા એક કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી સાથે આજે સાંજે હિંદુ જાગરણ મંચ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી કડક કાયદાની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
આજે સામાજિક સમરસતા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં હિંદુ જાગરણ મંચ દ્વારા વિરોધ કરાયો છે આજે ભરૂચમાં લવ જેહાદના મુદ્દે મિસ્ત્રી સમાજ, વાલ્મીકિ સમાજ, પ્રજાપતિ સમાજ, પટેલ સમાજ સહિત સમાજના સભ્યોએ સાથે મળીને હિંદુ જાગરણ મંચને લવ જેહાદના માધ્યમથી હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ મુદ્દે એક બની સરકાર સમક્ષ એક કાયદો ઘડવા માંગણી કરી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં હિંદુ જાગરણ મંચના ભરૂચના ઉપાધ્યક્ષ દિપીકાબેન શાહે જણાવ્યું હતું કે આજે અહીં અમો ૨૦ થી વધુ સમાજના અગ્રણીઓ દ્વારા આજે સરકાર સમક્ષ લવજેહાદ સામે કડક કાયદો લાવવાની માંગણી કરવામાં આવી છે તેમજ હિન્દુ બહેન દીકરીઓ પોતાના અભ્યાસના સ્થળ પર અને પોતાના સર્વિસના સ્થળ પર સુરક્ષિત કાર્ય કરી શકે ઉપરાંત સરકાર લવ જહાદ વિશે એટલે સખત કાયદો બનાવે કે હિન્દુ દીકરીને ધર્માંતરણ કરવાનું ષડયંત્ર કરતા પહેલા વિચાર કરે તથા ભરૂચના અધિકારીઓ પદાધિકારીઓ ધારાસભ્યો સંસદસભ્યો સાથે મળી એકજૂથ થઇ આ સખત કાયદો ઘડવા માટે સરકાર સમક્ષ સખત શબ્દોમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકાર દ્વારા લવ જેહાદ વિશે અત્યંત સખત અને આવું કૃત્ય કરતા પહેલા કોઈપણ વ્યક્તિ વિચાર કરે અને હિન્દુ બહેન દીકરીઓ પોતાનું કાર્ય સલામત રીતે કરી શકે તેવી માંગણી કરે છે.