ભરૂચ શહેરના કોર્ટ નજીક આવેલ અજંતા નગર વિસ્તારમાં આજે સ્વ.પૂર્વ પી.એમ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ આટોદરિયા સહિત પાર્ટીના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને બિસ્કીટ વિતરણ કર્યું છે…!!
::- શુ બાબત ચર્ચામાં આવી..!!
આ કાર્યક્રમ બાદ ફોટો અને વીડિયો વાયરલ થતા કોરોના મહામારીના નિયમો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા,જ્યાં પાર્ટીના લોકો તો માસ્ક સાથે હતા પરંતુ સામાજીક અંતર ન જાળવી શક્યા હતા સાથે જ જે બાળકોને બિસ્કિટનું વિતરણ કરવાનું હતું તે તમામ બાળકો માસ્ક વગર એકબીજાને અડીને બેઠા હોય તેમ નજરે પડ્યા હતા ત્યારે અહીંયા સવાલ એ થાય કે જો કોરોના જેવી મહામારીમાંથી બહાર નીકળવા માટે તંત્ર રાત દિવસ મહેનત કરતું હોય અને આપણે આ પ્રકારની ભીડ એકત્ર કરીને જ નિયમોનું પાલન ન કરીએ તે બાબત કેટલી યોગ્ય..!!?