ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભાના ધારાસભ્ય સંજય સોલંકીએ ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને એક પત્ર લખી માસ્ક સહીતના દંડ પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.
સંજય સોલંકીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોરોના મહામારીમાં સરકારે દરેક નાગરિકને માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ તે બાબત ફરજિયાત છે તે સરાહનીય બાબત છે,જેના કારણે મહદઅંશે કોરોના કાબુમાં આવ્યો છે.
સંજય સોલંકીએ વિરોધએ બાબતનો નોંધાવ્યો કે તેઓના મત વિસ્તારમાં આવતા અનેક એવા સ્થાનો છે જ્યાં ખેડૂતો ખેત કામ કરવા અથવા મજૂરી કામ કરી અને શાકભાજી લારી વારા પોતાનું પેટિયું રળવા જતા હોય છે તે સમયે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા હોય છે, તેમ છતાં પોલીસ તંત્ર માસ્કના નામે દંડનો ટાર્ગેટ પૂરો કરવા માટે હેલ્મેટ,માસ્ક સહિતની બાબતોનું ખેત મજૂરો, ટુ વ્હીલ ચાલકો સહિતનાઓને રોકી ખોટી રીતે દંડ વસુલ કરવામાં આવતું હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.
કોરોના મહામારી વચ્ચે પોલીસ તંત્રની આ પ્રકારની અમાનવીય વર્તનને લઇ સ્થાનિક ગરીબ લોકો પાયમાલ થઈ ગયા છે અને બે ટકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ થઇ ગયું છે,સાથે જ ગરીબ લોકોને માસ્ક અને હેલ્મેટ મુદ્દે ખોટી રીતે દંડ ન કરે તેવી રજુઆત રાજ્યના ગૃહ પ્રધાન અને પોલીસ વિભાગના અધિકારીઓને લખેલ પત્રમાં તેઓએ કરી હતી.