કોરોના મહામારીની ચેનને તોડવા તંત્ર દ્વારા મહિનાઓથી મહેનત કરવામાં આવી રહી છે. સામાજીક અંતર અને માસ્ક જેવી બાબતોનું પાલન કરાવવા પ્રથમ પાલિકા અને ત્યાર બાદ પોલીસ વિભાગ સક્રિય થયું છે. ખુદ સુપ્રીમ કોર્ટ માસ્ક મુદ્દે તંત્ર એ કરેલા દંડનો આંકડો જોઈ અચંબિત થઈ હતી. ત્યારે સરકાર પણ નિયમોના પાલન માટે સતત સામાન્ય જનતા વચ્ચે સંદેશાઓ મોકલી રહી છે અને પોલીસ રસ્તે રસ્તે દંડ કરવાની કામગીરી કરી રહી છે.
પંરતુ અહીંયા સવાલ એ ઉભા થયા છે કે ખુદ પોલીસ દ્વારા પત્રકારો સુધી પહોંચાડવામાં આવતી પ્રેસનોટ અને ફોટોમાં માસ્કના નિયમના ધજાગરા ઉડતા પોલીસ વિભાગની કચેરીઓના પટાંગણમાં જ જોવા મળે છે. જ્યાં વિવિધ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં કેટલાક પોલીસ સ્ટેશનો માસ્ક પહેરાવી અને સામાજીક અંતર રાખી તસવીરો વાયરલ કરાઇ છે તો કેટલાક પોલીસ વિભાગના કર્મીઓ ખુદ તો માસ્ક પહેરે છે પંરતુ ઝડપાયેલા આરોપીઓના મોઢા ખુલ્લા રાખીને બિન્દાસ તસ્વીરો વાયરલ કરી રહ્યા છે.
*છેલ્લા કેટલાક વખતોથી આવેલી પ્રેસ નોટો બાદ ઉભા થયા સવાલ..!!!??
ચર્ચા એ બાબતની છે કે પોલીસ કર્મીઓ માસ્કમાં, તો ઝડપાયેલા આરોપીઓ કોરોના ટેસ્ટ પહેલા જ ફોટોમાં માસ્ક વગર ના કેમ દેખાયા..??
*મોટા ભાગની ઘટનાઓમાં આવેલી પ્રેસનોટમાં નિયમોનું પાલન ખુદ પોલીસે કરવું જરૂરી લાગતું હોય તેમ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે..!!
*કયાં ક્યાંની તસ્વીરોમાં બેદરકારી..!!
*ભરૂચ શહેર એ ડિવિઝન માં આરોપી હાલ્ફ માસ્ક ની તસ્વીરમાં તો LCB, દહેજ,અને નેત્રંગ પોલીસમાં ઝડપાયેલા આરોપીઓ ખુલ્લાં મોઢે નજરે પડ્યા હતા..!!
*જનતા માટે કાયદા તો કચેરી માટે શું..???
શુ માસ્ક ના કાયદા માત્ર રસ્તા પર છે..? પોલીસ મથકે બધા વેકશીન લઈને બેઠા છે..?
સામાન્ય જનતા ને સીસીટીવી કાઢી ને શોધી લાવતી પોલીસ ખુદ કેમ બેદરકારી દાખવે છે..?
શુ પોલીસ સ્ટેશનમાં આવતાઆ પ્રકારના આરોપીઓ બીજા ગ્રહના લોકો છે..? આવા અનેક સવાલો આ વાયરલ તસ્વીરો જે ખુદ પોલીસે કરી છે તેના ઉપરથી ઉભા થયા છે…આશા રાખીએ ઉચ્ચ પોલીસ અધિકરીઓ આ પ્રકારની ગાઇડ લાઈનનું ખુદ પોલીસ કચેરીઓમાં ચુસ્ત પાલન કરાવવા અંગેનું સૂચનાઓ આપવી આ કોરોના મહામારી જરૂરી જણાઇ છે..!!