બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર પટેલ મુસાફિર ખાના નજીક માં આવેલ હીરા પન્ના શોપીંગ ખાતે ની હોટલ ફેલિસીટા માં ગત રાત્રી ના સમયે કોઈ અજાણ્યા તસ્કરો એ હોટલ ના પાછળ ના ભાગે આવેલ શટર ના તાળા તોડી અંદાજીત ૨૦ હજાર ઉપરાંત ના મુદ્દામાલ ની ચોરી કરી ઘટના ને અંજામ આપી પલાયન થઇ જતા ભરૂચ એ ડિવિઝન પોલીસ દોડતી થઇ હતી……
ઉલ્લેખનીય છે કે હોટલ માં થયેલ ચોરી ની સમગ્ર ઘટના હોટલ માં લગાવવા માં આવેલ સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી જેમાં સ્પષ્ટ પણે એક ઈશમ શટર પાસે ઉભો રહી તાળા તોડી હોટલ ની અંદર ના ભાગે કાઉન્ટર તરફ જઈ મોબાઈલ ની ટોચ વડે તસ્કરી કરતો નજરે પડી રહ્યો છે…..હાલ તો સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર ચોરી ની ઘટના ને અંજામ આપનાર તસ્કર ના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટના અંગે ની વધુ તપાસ હાથ ધરી છે……..


