વટારીયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મુદત પૂર્ણ થયાને ૬ મહિના થયા હોવા છતા યેનકેન પ્રકારે કોના ઇશારે બોર્ડ ઓફ નોમીનીઝ દ્વારા ચૂંટણી અટકાવવા માં આવે છે એવો વેધક સવાલ માજી ચેરમેન શ્રી સંદિપ માંગરોલા એ ઉઠાવ્યો છે. હાલમાં જ ગણેશ સુગરના જાગૃત સભાસદો દ્વારા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ એ.પી.એમ.સી.-વાલીયા ખાતે મોટી જાહેર સભાનું આયોજન કરી મામલતદારશ્રી વાલીયા મારફત રાજયપાલશ્રીને આવેદન પત્ર પાઠવ્યુ હતું. ખેડૂત હિત રક્ષક સમિતિએ તાત્કાલીક ચૂંટણી યોજવા તેમજ બોર્ડ ઓફ નોમીનીઝ-વડોદરાના સભ્યશ્રી હસમુખ નેનુજીની પક્ષપાતી ભૂમીકા વિશે સવાલો ઉભા થયા છે. ચૂંટણીની પ્રક્રિયા માટેના કામ ચલાઉ મનાઇ હુકમ પર સમયાંતરે પાંચ પાંચ તારીખો આપી આખરી નિકાલ કરવાનો હોય તે પધ્ધતિ પ્રમાણે એક માસ ઉપરાંતનો સમય વ્યતીત કરી અંતે કામચાલાઉ મનાઇ હૂકમને કાયમી હૂકમ કરી ચૂંટણીને વિલંબમાં મૂકી છે જેથી તેઓની શંકાસ્પદ ભૂમીકા સામે તપાસ કરવાની માંગ સભાસદો દ્વારા કરવામાં આવી હતી. બોર્ડ ઓફ નોમીનીઝ દ્વારા એજ દિવસે ગણેશ સુગરની ચૂંટણી યોજવા સામે દાવાનો આખરી નીકાલ ન થાય ત્યાં સુધી સ્ટે આપવાનો હૂકમ કરાતા સભાસદોમાં અસંતોષ અને તેઓના પક્ષપાતી નિર્ણય સામે નારાજગી પ્રવર્તી રહી છે. માજી ચેરમેન શ્રી સંદિેપ માંગરોલાએ બોર્ડ ઓફ નોમીનીઝના કાયમી મનાઇ હૂકમના આદેશને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી સહકારી સંસ્થામાં હજારો ખેડૂતોનું આર્થિક હિત જોખમમાં મૂકવા માટે રાજકીય હસ્તક્ષેપથી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ છે. તેઓએ ચૂંટણી અટકાવનારા અને ષડયંત્રમાં રાજકીય ઇશારાથી હાથા બનનારા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ગેરકાનુની અને મનઘડત દલીલો કરી ચૂંટણીની મતદાર યાદી સામે વાંધો ઉઠાવી ચૂંટણી લડવાની ક્ષમતા ન હોય ચૂંટણી વિલંબમાં પાડવા અરજી દાખલ કરવામાં આવી હોવાની વાત કરી છે. વધુમાં શ્રી સંદિપ માંગરોલાએ જણાવ્યુ છે કે, સંસ્થા અને સભાસદોના હિતમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાવી હિતાવહ છે. તેઓએ વિરોધીઓને પડકાર ફેંકતા જણાવ્યુ છે કે તમને મતદાર યાદી સામે વાંધો હોય તો મતદાર યાદીમાં ખોટા નામો રદ કરવાનો હૂકમ કરાવવો જોઇએ પરંતુ સત્તાના ઇશારે તમામ ચૂંટણી પ્રક્રિયા સ્થગીત કરવાનો તમને કોઇ અધિકાર નથી. ગણેશ સુગરની ચૂંટણી પ્રક્રિયા દક્ષીણ ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓની ચૂંટણી પ્રક્રિયાને અનુરૂપ જ હોય આમ છતા ગણેશ સુગરને જ કેમ ટાર્ગેટ કરાય છે. એ સભાસદો સારી રીતે સમજી ચૂકયા છે. તેઓએ ખોટા મતદારો યાદીમાં હોય તો જાહેરજીવન છોડવાની પણ વાત ફરી દોહરાવી છે. ત્યારે સરકાર આ બાબતે શું પગલા ભરશે એ તરફ સૌની મીટ છે.
ગણેશ સુગરની ચૂંટણી વિલંબમાં પાડવાનું ષડયંત્ર ખુ૯લુ પડયુ:- સંદિપ માંગરોલા
Advertisement