=અહેમદ પટેલ ના અલગ વ્યક્તિત્વ એ અદના થી આલા માનવીના દિલ જીત્યા, મંચસ્ત મહાનુભાવો સાથે આગેવાનો એ અશ્રુ સારીયા
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને લોકલાડીલા સાચા રાહબર તરીકે સુવિખ્યાત પામેલા એવા સ્વ.અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક ના રોટરી કલબ ખાતે સવારના 11:00 થી 1 કલાક સુધી યોજવામાં આવતા રોટરી કલબ નો ખંડ તમામ રાજકીય આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો અને સામાજિક સંસ્થાના આગેવાનો થી ઉભરાયો હતો. ભરૂચ જિલ્લાના વિકાસની કેડી કંડારવા માં જેને પોતાના જીવનના ચાર દાયકા સુધી લગન, ધૂન અને ખંત થી જે સેવાઓ આદાન-પ્રદાન કરી છે તેને આજે માત્ર ભરૂચ જિલ્લો જ તેમનો આભારી નથી. પરંતુ સમગ્ર દેશ તેમની સેવાઓ નો ઋણી હોય તેવું લગિરે લાગી રહ્યા ની વાત છાની નથી.
ભરૂચ જિલ્લા કોગ્રેસ આયોજિત અશ્રુભીની શ્રદ્ધાંજલિ સભામાં આજે અહેમદ પટેલ જેવા ચતુર આગેવાન ની વસમી વિદાયથી આજે દેશ સહિત ભરૂચ જિલ્લો યતિમ, અનાથ થયો છે. આ જિલ્લાને વિકાસના પંથે લઈ જવામાં અહેમદભાઈ દિલ્હીમાં બેસીને ગુજરાત અને ખાસ કરીને ભરૂચ જિલ્લાની ચિંતા માથે લઈને ફર્યા હોય આજે જિલ્લાના તમામ રાજકીય આગેવાનો, તમામ સમાજ અને જાતિના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાના સુમન અર્પિત કર્યા હતા. આ વેળા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આંખો નમ કરીને તેમણે પોતાના આત્મ જન સાથે ભરૂચ જિલ્લા એ એક નેક સાલસ સ્વભાવ સાથે આગેવાન ગુમાવ્યાની કેટલાક સેવાકીય ફલક ની વાતો છતી કરી હતી. ભરૂચ મત વિભાગ ના ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા જણાવ્યું હતું કે સ્વ. પટેલ છેવાડાના માનવીને જે રીતે ઉપયોગી નીવડ્યા છે. લોકોની વહારે પહોંચી તેમની મુશ્કેલીઓ ના અન્ત માટે તેઓ સદા તત્પર રહેતા હોય તેમના કામો ચિરંજીવી રહેશે તેમ જણાવી શ્રદ્ધાંજલિ ના સુમન વેર્યા હતા. વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અને ભરૂચની ડિસ્ટ્રિક્ બેન્કના ચેરમેન અરૂણસિંહ રણાએ અહેમદ પટેલની રાજકીય સામાજિક અને સમાજ કલ્યાણ કારી સેવાઓને બિરદાવી તેમની યાદ વારંવાર સતાવસે તેમ જણાવી શ્રદ્ધાંજલી પેસ કરી હતી. આ વેળા ઉમાકાંત માંકડ, તુષાર ચૌધરી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા, યુનુસ પટેલ, રાજેન્દ્રસિંહ રણા, વિકી શોખી, સલીમ અમદાવાદી, કોંગ્રેસના પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સેયદ, હેમેન્દ્ર કોઠીવાલા,દિનેશભાઈ અડવાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સ્વ.અહમદભાઈ પટેલના પુત્રી મુમતાજ બહેન સિદ્દીકીએ આભાર વ્યક્ત કરતા તેમના પિતાશ્રીના કેટલાક પ્રેરક પ્રસંગોની યાદ તાજી કરી. તેમના થકી થયેલા ભરૂચ, ગુજરાત ના વિકાસને વાઘોડિયા હતા. તેમના કુટુંબ ઉપર પિતાશ્રીના અવસાનથી આવી પડેલ આઘાત થી પરિવારજનોને સાંત્વના આપવા બદલ ભરૂચ જિલ્લાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ ના પ્રારંભ માં ધૂન, ભજન અને કીર્તન ના સુરીલા સુર રેલાવાયા હતા. અહેમદભાઈના પુત્ર ફેજલભાઈ પટેલની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી શકયા ન હતા.