ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ ભરૂચ શહેર-જિલ્લાવાસીઓના પ્રજાકીય કાયમી પ્રશ્નોની કરાતી રજૂઆતો ઉપરાંત જિલ્લાના લોક પ્રતિનિધિઓ તરફથી કરાતી લોકપ્રશ્નોની રજૂઆતોનો હકારાત્મક અભિગમ થકી કાયમી – ઝડપી અને સરળ ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકભિમૂખ વહિવટની પ્રતીતિ થાય તે દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ઠ બનાવવા ઉપર ખાસ ભાર મૂક્યો છે.
સાંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવા, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જશુબેન પઢિયાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.બી.બલાત સહિત જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ભરૂચ કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો ધ્વારા જિલ્લામાં આજદિન સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પદાધિકારીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તાકીદે નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોની રજૂઆતો તથા લોકપ્રતિનિધિઓ તરફથી લોક પ્રશ્નોની કરાતી રજૂઆતોનો હકારાત્મક અભિગમ થકી કાયમી અને ઝડપી ઉકેલ લાવવા અને પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતિતિ થાય તે દિશામાં પ્રયાસો કરવા પર ખાસ ભાર મુકતા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો ધ્વારા જિલ્લામાં આજદિન સુધી થયેલ કામગીરીની સમિક્ષા કરી હતી. તેમણે પદાધિકારીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તાકિદે નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી સંદીપ સાંગલેએ સરકારી વિભાગોના પડતર તુમાર નિકાલ, પડતર અવેઇટ કેસો, ગ્રામ સભાના પડતર કેસોના નિકાલ માટે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સહિત નિવૃત સરકારી કર્મચારીઓના પેન્શન કેસ, ખાનગી અહેવાલ, ગ્રેજ્યુઇટી વગેરેની સમયસર ચૂકવણી ઉપરાંત સરકારી બાકી લેણાંની વસુલાત તથા સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી તેમજ સરકારી દબાણો દૂર કરવા વગેરે અંગે સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.