ભરૂચ શહેર ની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલ તેના અવનવા વિવાદો ને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે,અવનવા વિવાદ જાણે કે આ હોસ્પિટલ માં થમવાનું નામ ન લેતા હોય તેમ પ્રકાશ માં આવતા હોય છે..!!
હાલ પાંચ માળ ની ભરુચ સિવિલ હોસ્પિટલ ના ઉપર ના ભાગે અન્ય પાંચ માળ ઉભા કરવાનું કાર્ય ચાલી રહ્યું છે,પરંતુ આ કાર્ય હાથ ધરતા કામદારો 400 થી 500 ફૂટ ની ઉંચાઈ એ કામ તો કરે છેઃ તેમાં પમ બેદરકારી દાખવવામાં આવતી હોય તેમ સ્પષ્ટ નજરે પડ્યા હતા જેમાં મોટા ભાગના કામદારો સેફટી સાધનનો વગર પોતાની કામગીરી કરી રહ્યા હતા..ન માથે હેલ્મેટ કે ન હાથમાં ગ્લોજ અથવા કમર માં બેલ્ટ બસ આ કામદારો આત્મ નિર્ભર બની કામ કરતા હોય તેમ આટલી ઉંચાઈ ઉપર નજરે પડ્યા હતા..!!!
વધુમાં હોસ્પિટલ ના નીચેના ભાગે આવેલ પાર્કિર બેઝમેન્ટ માં જાણે કે જળ ની નદીઓ વહેતી હોય તેમ જમીન માંથી ઝરણાં ફૂટતા નજરે પડ્યા હતા,ત્યારે અહીંયા સવાલ એ થાય કે 5+5 =10 માળ નું નિર્માણ કાર્ય તો થઇ રહ્યું છે પરંતુ ત્યાં જમીન ના ભાગે જ જળ નીકળવું આ બિલ્ડીંગ ના ભવિષ્ય સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે..સિવિલ હોસ્પિટલમાં હજારો ગરીબ પરિવારો પોતાના સ્વાસ્થ ને લગતી સમસ્યા ના ઈલાજ માટે આવતા હોય છે,પરંતુ હોસ્પિટલ માંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવવા લોકોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા કરી રહ્યા છે..!!
ભરૂચ-આ બેદરકારીનો કોઈ ઉપાય ખરો.? સિવિલ હોસ્પિટલના નવા બાંધકામના નિર્માણ કાર્યમાં કામ કરી રહેલા કામદારોમાં સેફટીના સાંધાનનો અભાવ, તો બેઝમેન્ટ માં ફૂટે છે ઝરણા..!!જાણો વધુ
Advertisement