આમોદ તાલુકાનાં ઓચ્છણ ગામ નજીક કાર્યરત બાયોગેસ પ્લાન્ટની શનિવારનાં રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીનાં ૧૯ જેટલા વૈજ્ઞાનિકોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમનાં પ્રારંભે વૈજ્ઞાનિકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ બાયોગેસ સંચાલક જસ્મીન પટેલે બાયોગેસ પ્લાન્ટ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું હાલમાં ખેતીમાં જે આધુનિક પદ્ધતિથી ખેતી માટે જે ફાયદાઓ થાય છે એની રસપ્રદ માહિતી પણ પૂરી પાડી હતી.
હાલના પ્રદૂષણના સમયમાં પણ વેસ્ટનો ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટમાં દેશી પદ્ધતિથી ખાતર બનાવી ખેડૂતો માટે ઉપયોગકારક બની આધુનિક યુગમાં એક પ્રેરણાદાયી કાર્ય વિશે હાજર વૈજ્ઞાનિકોને માહિતી પૂરી પાડી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલા વૈજ્ઞાનિકોએ હાજર ખેડૂતો સાથે પણ ગોષ્ઠી કરી ઓર્ગેનિક ખાતરના ફાયદાઓ વિશે માહિતી મેળવી હતી તેમજ ખેડૂતોને વૈજ્ઞાનિકોએ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. વૈજ્ઞાનિકોએ બાયોગેસના સંચાલકો પાસેથી બાયોગેસ પ્લાન્ટ વિશે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. સમગ્ર કાર્યક્રમને બાયોગેસ પ્લાન્ટના સંચાલક ભદ્રેશ પટેલ તથા જસ્મીન પટેલે ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઓચ્છણ ગામ નજીક આવેલા બાયોગેસ પ્લાન્ટની આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું…
Advertisement