ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂતો વાઈસ ચેરમેન ડાહ્યા ગજેરા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલ આંબલીયા સાથે ગુજરાતથી પોલીસને ચકમો આપી રાજસ્થાન દિલ્હી સીમા ઉપર શાહજાપુર ખાતે ત્રણ કૃષિ વિષયક કાળા કાયદા વિરુદ્ધ આંદોલન કરનારા ખેડુતોમાં ગુજરાતનાં ખેડૂતોએ પહોંચીને એક આશ્ચર્યજનક બિરબલની ખિચડીનો કાર્યક્રમ આપ્યો હતો.
ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસનાં યાકુબ ગુરજી સહીતનાઓ દિલ્હી બોર્ડર પર રોજ નવા કાર્યક્રમો કરી આંદોલનકારી ખેડુતોમાં નવો ઉત્સાહ પૂરી કેન્દ્ર સરકારની ખેડુત વિરોધી નિતીઓને ઉજાગર કરતાં કાર્યક્રમ આપવામાં આવે છે. ગુજરાતની સંસ્કૃતિને રજુ કરતાં ગરબાનો કાર્યક્રમ યોજ્યો હતો.
ગુજરાતની મહીલાઓએ ઉત્સાહ સાથે ભાજપના ગુજરાત મોડલની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. એક વ્યક્તિએ એક રાત કડકડતી ઠંડીમાં પાણીમાં ઉભા રહી પસાર કરી ત્યારે સવારમાં ઈનામ આપવાના સમયે અકબરે તેને પૂછ્યું કે તું ઠંડીમાં ઉભો રહ્યો તો તને ઠંડી નહીં લાગી. ત્યારે તેણે કહ્યું કે દુર આપના મહેલના દિવાની આગથી મને ગરમી મળતી હતી, એટલે બાદશાહ અકબરે ઈનામ આપવાની ના પાડી કે તંદુર સળગતા દિવાની ગરમીને કારણે ઉભો રહ્યો આવા સમયે એક ગરીબોની મદદ કરવાનો હેતુ ખિચડી પકવવાનું નાટક કરી અકબરને સબક આપ્યો હતો.
ભરૂચ : કેન્દ્ર સરકારનાં કૃષિ બિલનાં વિરોધમાં જિલ્લાનાં ખેડુતો પણ જોડાયા, ભરૂચનાં ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર બીરબલની ખીચડીનો કાર્યક્રમ કર્યો..જાણો વધુ.
Advertisement