ભરૂચ જિલ્લામાં પોલીસવાડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઠેર ઠેર દારૂની રેડો કરી રહી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસે ઉપરા છાપરી રેડો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ ભરૂચ ભરૂચ ખાતે ‘બી’ ડીવીઝનમાં આવેલ વેજલપુર વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ડીસ્ટાફ દ્વારા તાદિયામાં નવિનગરીમાં રહેતા પરેશ જેન્તીલાલ મિસ્ત્રીને ત્યાં રેડ કરી ૩૭૫૦/- રૂપિયાના મુદ્દામાલ સહીત વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે ૨૦ બિયર, ૫ ક્વાટર અને ૫ બોટલ સહીત વિમલ ગુટકાનાં થેલામાંથી પકડી પાડી પરેશ જેન્તીલાલ મિસ્ત્રીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કહેવાય છે કે ભરૂચ વિભાગીય પોલીસની હદમાં આવેલ નબીપુર, દહેજ, ‘એ’ ડીવીઝન, ‘સી’ ડીવીઝન, નબીપુર હદમાં ઝનોર, શુકલતીર્થ, પાલેજ જેવા પોલીસ સ્ટેશનોની હદમાં સૌથી સસ્તો દારૂ વેચનારને ત્યાં રેડ પડી અને ૩૭૫૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી પણ ઝડપાયો. ચર્ચા એ વાતની ચાલી રહી છે કે આ તમામ ડીવીઝનમાં લીસ્ટેડ બુટલેગરો દ્વારા વિદેશી-દેશી દારૂનું વેચાણ તો અવિરત ચાલી રહ્યું છે. પરંતુ સમગ્ર વિભાગીય પોલીસસ્ટેશન ની હદમાં જવા ગ્રાહકોનો મેળાવડો લાગે છે અને ૧૩૦ રૂપિયામાં ક્વાટર વેચે છે તેને ત્યાં માત્ર ૩૭૫૦/- રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો કહેવાય છે કે પોલીસ હજુ વ્યવસ્થિત તપાસ કરતે તો ખુબ મોટા પાયે વિદેશી દારૂની પેટીઓ મળી આવી.
વધુ મળતી માહિતી મુજબ ચર્ચા છે કે ‘બી’ ડીવીઝન તો છેલ્લા એક દોઢ માસથી ચાલતો વિદેશી દારૂના અડ્ડે રેડ તો કરી જ્યારે ઝનોર નો લાલો માછી, દહેજનો છપો, ભીખો, સી ડિવિઝનનો, કૃપેશ કહાર ‘એ’ ડિવિઝનનો જીવિખાત્રી, અજયમામુ, નરેશ કટાર વિગેરે ધંધાઓ ખૂબ વ્યવસ્થિત અને પ્લાનીંગથી ચાલી રહ્યા છે તે ધંધાઓ ખૂબ પર જે તે ડીવીઝનની પોલીસની રેડો કરવાની જગ્યાએ વિદેશીદારૂ ઝડપી સફળ રેડ કરવાના તસ્દી ક્યારે લેશે તેવી ચર્ચાઓ વિભાગીય પોલીસ અધિકારીની હદમાં આવેલ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચાલી રહી છે.
વધુ મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં આવેલ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા કુલ બે કેસો કરવામાં આવ્યા હતા.
ભરૂચ વિભાગીય પોલીસની હદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હદમાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ બંધ થાય તેવી લોકમાંગ ઉભી થવા પામી છે.