ભરૂચ શહેરનાં ઝાડેશ્વર રોડ પર બમ્પરની કામગીરી તો કરવામાં આવી હતી, પરતું એ બમ્પર ઉપર સફેદ પટ્ટાનાં અભાવે અવારનવાર આ સ્થળે વાહનો ગફલત ખાઇ જતા અને અકસ્માતનો ભોગ બનતા હતા, આ અંગેની રજુઆત PWD વિભાગમાં અવારનવાર કરવામાં આવી છતાં તંત્રએ કોઈ નક્કર કામ ન કરતા આખરે એક સંસ્થા સામે આવી હતી…!!
ભરૂચ શહેરમાં કાર્યરત અને અનેક સેવાભાવી કાર્યમાં આગળ રહેતા શ્રદ્ધાંજલિ ગ્રુપનાં સભ્યોએ ભરૂચ ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આ બમ્પનાં કારણે અનેક અકસ્માત થતા હોવાના સમાચાર સાંપડયા હતા જે બાદ આ ગ્રુપનાં સભ્યોએ સ્વખર્ચે બમ્પર ઉપર સફેદ પટ્ટા મારી આગળ બમ્પર છે નું સૂચન બોર્ડ મારી વાહન ચાલકો માટે એક સેવાનું અનોખું કાર્ય કર્યું હતું..!!
મહત્વનું છે કે શ્રદ્ધાંજલી ગ્રુપના સભ્યોએ અવારનવાર સેવાના અનેક કાર્ય કર્યા છે, કોરોના મહામારીના લોકડાઉનમાં પણ ગરીબ પ્રજાને આ ગ્રુપ દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરી હતી સાથે જ હાલ શિયાળાની ઋતુમાં પણ ધાબળા સહિતની વસ્તુઓનું વિતરણ કર્યું હતું..!!
ભરૂચ : લ્યો બોલો તંત્રએ ધ્યાન ન આપતા આખરે ભરૂચનાં આ સેવા ભાવિ ગૃપે કરી નાખ્યું રસ્તા ઉપર એક સુંદર કાર્ય…!! જાણો વધુ.
Advertisement
2 comments
Verry good badhdha ne khub khub abhinandan Tari seva thi magar palika ne sarm aavvi joyye but nay aave aemne saram
Verry good badhdha ne khub khub abhinandan Tari seva thi magar palika ne sarm aavvi joyye but nay aave aemne saram