Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કડકીયા કોલેજમાંથી એમ.કોમ સેમેસ્ટર – 4 નું પેપર લીક થવાનો મામલો, 1200 છાત્રોનાં ભાવિ સામે ખીલવાડમાં પ્રોફેસરને માત્ર ₹ 100 દંડ !!…

Share

– તપાસ સમિતિનાં રિપોર્ટને NSUI એ હાસ્યાસ્પદ ગણાવ્યો, એક વર્ષ પરીક્ષાની કામગીરીથી બાકાતથી પ્રોફેસરને ફાવતું.
– પેપર લીક નથી થયું ના કોઈ પુરાવા નહિ તો પ્રોફેસરને સજા કેમ ઉઠ્યા સવાલો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી એમ.કોમ સેમેસ્ટર – 4 નું એકાઉન્ટ -11 નું પ્રશ્નપત્ર પરીક્ષા અગાઉ સોશિયલ મીડીયામાં ફરતું થઇ ગયું હતું. અંકલેશ્વરની કડકીયા કોલેજમાંથી પેપર લીક થયું હોવાની વાત વહેતી થયા બાદ તપાસ સમિતિની રચના કરાઇ હતી. તપાસ સમિતિએ જવાબદાર પ્રાધ્યાપકને માત્ર 100 રૂપિયા દંડ અને એક વર્ષ સુધી પરીક્ષાલક્ષી કામગીરીથી દુર રહેવાની સજા કરતાં એન.એસ.યુ.આઇ. એ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના ઉપક્રમેે સપ્ટેમ્બર મહિનામાં એમ. કોમ સેમેસ્ટર – 4 નું એકાઉન્ટ 11 વિષયનું પ્રશ્નપત્ર લીક થઇ ગયું હતું. યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરતા આ પેપર અંકલેશ્વરની કડકીયા કોલેજમાંથી લીક થયું હોવાની વિગતો સપાટી પર આવી હતી. એકાઉન્ટ -11 વિષયની 1200 જેટલા છાત્રોએ પરીક્ષા આપી હતી. તપાસ સમિતિએ જવાબદાર પ્રાધ્યાપકને માત્ર 100 રૂપિયા દંડ અને એક વર્ષ સુધી પરીક્ષાલક્ષી કામગીરી દુર રહેવાની સજા ફટકારી છે. તપાસ સમિતિની કામગીરી સામે એન.એસ.યુ.આઇ.એ સવાલો ઉઠાવ્યાં છે.

Advertisement

જેમાં સમિતિને પ્રશ્નપત્ર લીક થયાના પુરાવા મળ્યા નથી, તો પ્રાફેસર પર કાર્યવાહી કેમ કરી, અને જો કાર્યવાહી કરી તો પુરાવાને ક્યા સગે-વગે કર્યા..? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર પ્રાફેસરને ફ્કત 100 રૂપિયાનો દંડ અને પરીક્ષાની કામગીરીમાંથી બાકાત રાખવો સજા નથી એ તો પ્રોફેસરને ફાવતુ મળી ગયુ કહેવાય. જો જવાબદાર પ્રાધ્યાપક વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી નહિ થાય અને 1200 વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો દરેક જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

તપાસ સમિતિનાં સભ્ય ડૉ. વિજય જોષીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અંકલેશ્વરની કોલેજમાંથી પેપર લીક થયું હોવાના કોઇ પુરાવા મળ્યાં નથી. આ બાબતે સાયબર ક્રાઇમની ટીમ પાસે પણ તપાસ કરાવવામાં આવી હતી. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી રીપોર્ટ તૈયાર કરાયો છે અને જેને સીન્ડીકેટ સમિતિની બેઠકમાં મંજુર રાખવામાં આવ્યો છે.


Share

Related posts

વાંકલ : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં તટસ્થ તપાસની માંગણી કરી.

ProudOfGujarat

વાંકલ : કેવડી ગામનાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દી સારા થઇ પરત આવતાં ગ્રામજનોએ ફુલહારથી સ્વાગત કરી તાળીઓનાં ગડગડાટથી અભિવાદન કર્યું.

ProudOfGujarat

સુરત-પોલીસ કમિશ્નર સતીશ શર્માનું નવું ફરમાન_પોલીસ, પ્રેસ સહિતના સ્ટીકરો વાહન પર ન રાખવા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!