Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) નાં જિલ્લા મહામંત્રી પદે ઇનાયતઅલી એહમદ રાજની નિમણુક કરાતા સ્નેહીજનોમાં ખુશીનો માહોલ છવાયો..!!!!

Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) નાં ભરૂચ જિલ્લા મહામંત્રી પદે ઇનાયતઅલી એહમદ રાજની નિમણુક કરવામાં આવી છે, ઇનાયત અલીની નિમણુક બાદ તેઓનાં સ્વજનો અને પરિવાજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આજરોજ મહંમદપુરા ખાતે મહમદી શોપિંગ ખાતે આવેલ તેઓની ઓફિસ ખાતે ઇનાયત અલી રાજને પાર્ટી દ્વારા નિમણુક પત્ર એનાયત કરવામાં આવતા તેઓને શુભેચ્છાઓનો દોર શરૂ થયો હતો.

રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને ગુજરાત પ્રભારી પ્રફુલ પટેલની સૂચના અને આદેશ બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ઇનાયત અલી રાજને નિમણુક પત્ર મોકલી શુભેચ્છાઓ આપી હતી.

Advertisement

મહત્ત્વનું છે કે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે એ પહેલાં દરેક પક્ષો પોતાની પાર્ટીમાં અલગ અલગ ખાલી પડેલા પદો ઉપર નિમણુક કરવાની કવાયત તેજ કરી છે..!!!


Share

Related posts

ઉમરપાડામાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઇ.

ProudOfGujarat

ગોધરા : લાયન્સ કલ્બ દ્વારા જરૂરીયાત મંદોને અનાજકીટ અને બાળકોને નોટબુક વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં પોલીસ અને સોસાયટીનાં રહીશો વચ્ચે મારામારી થતાં પોલીસે કરી રહીશોની અટક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!