– ભરૂચમાં ક્રેડાઇ પરિવાર તરફથી મહાનુભાવોને સન્માનિત કરાયા.
ક્રેડાઇ ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ગુજરાત દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન તારીખ 3 ડિસેમ્બર 2020 ના રવિવારે સાંજે 7:00 હોટલ રીજન્ટાના બેંક્વેટ હોલમાં રાખવામાં આવેલ હતું.
જેમાં ક્રેડાઇ પરિવારના સભ્યોને હાજરી આપી હતી. સમારોહનાં મુખ્ય મહેમાન તરીકે લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા નવનિયુક્ત ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોનું સ્વાગત ક્રેડાઇ ભરૂચના પ્રમુખ રોહિતભાઈ ચદ્દરવાલા તરફથી કરવામાં આવેલ. મહાનુભાવોનું સન્માનપત્ર આપી સાલ ઓઢાડી સ્વાગત ચેરમેન પંકજભાઈ હરિયાણી, પ્રમુખ રોહિતભાઈ ચદ્દરવાલા, પિયુષભાઈ શાહ, કિરણભાઈ મજમુદાર, જીગ્નેશભાઈ કોરલવાલા, અલ્કેશભાઇ શાહ, હેમંતભાઈ પ્રજાપતિ તથા સેજલ શાહના હસ્તે કરવામાં આવેલ હતું.
વિશેષ સાંસદ મનસુખ વસાવા તથા ધારાસભ્ય દુષ્યંત પટેલ જેઓને યુ.એસ.જી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સરકાર દ્વારા કે જે વિશ્વમાં સામાજિક સેવાકીય અને જનહિતમાં નિ:સ્વાર્થ કામગીરી “હ્યુમન ઇન્સ્પાયરિંગ” ટેલેન્ટ શોધી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા લોકલાડીલા મહાનુભાવોને એવોર્ડ સન્માનિત થતાં ખૂબ આનંદની લાગણી સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઇ છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગર મંડળીમાં ચેરમેન તરીકેની તેઓની વધુ એકવાર થયેલ નિમણૂક આ બાબતે સૌ મહાનુભાવો એ તેઓને વધાવી લઈ અને સન્માનિત કર્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપાના નવનિયુક્ત પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા બાપુના હુલામણા નામથી પ્રચલિત હોય, તેમનું પણ ક્રેડાઈ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. મહાનુભાવો તરફથી ખૂબ જ પ્રેરણાદાયક માર્ગદર્શન સંબોધન કરી દિવાળીના સ્નેહમિલન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આભારવિધિ ક્રેડાઇ પ્રમુખ નિષિદ્ધભાઈ અગ્રવાલ તરફથી કરવામાં આવેલ હતી. સ્નેહમિલન સમારોહના સ્પોન્સર્સ Ostrich Elevators ના પિયુષભાઈનો પણ આભાર માન્યો હતો.