ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકામાં આવેલ પાનેઠા, ઇન્દોર સુધી જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની જવા પામ્યો છે. આ માર્ગ પર મસમોટા ખાડા અને ધૂળની ઊડતી રજકણો ભલભલાનાં માથા દુઃખાવા સમાન બની ચુકી છે. અંદાજીત 20 કી.મી નો આ માર્ગ વાહન ચાલકોને વાહન હંકારવામાં 1 કલાક જેટલો સમય અપાવે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે…!!
સ્થાનિક ગ્રામજનોનું માનવામાં આવે તો ઉમલ્લાથી પાનેથા અને ઇન્દોર તરફ જતા માર્ગ મામલે તંત્રમાં અવારનવાર રજુઆતો કરી છે તેમ છતાં થાય જ છે અને થશે જેવી નીતિના કારણે આ ગામડાઓ તરફ હવે મહેમાનો જાય તો તેઓ પણ બીજી વાર આ ગામની મુલાકાત ન લે તેવી સ્થિતિ તંત્રની ઢીલી નીતિન કારણે ઉત્પન્ન થઈ રહી છે..!!
કમરનાં મણકા હલાવી મૂકે તેવા આ ગામડાનાં રસ્તાઓ બાબતે ખુદ સાંસદ મનસુખ વસાવાએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિથી વાકેફ થયા હતા છતાં આ તરફ જતા માર્ગનું આખરે રીપેરીંગ કાર્ય કે નવીનીકરણ ક્યારે થશે તે સમયની રાહ અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસનાં ગ્રામજનો ચાતક નજરે જોઈ રહ્યા છે…..!!
ભરૂચ : આ ગામડાઓને જોડતો માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે મહેમાન એકવાર મુલાકાત લે તો વર્ષો સુધી જતા પણ વિચારે..!! જાણો કયાં ગામડાને જોડતા માર્ગની આવી દશા. !!!
Advertisement