Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી “કોન બનેગા કરોડપતિ” જુનિયર શોની હોટ સીટ પર પહોંચી લાખોની રકમનો વિજેતા બન્યો…જાણો વધુ.

Share

ટેલિવિઝનની દુનિયામાં કોન બનેગા કરોડપતિ નામ વર્ષોથી ગુંજતું આવ્યું છે. શો ની પોપ્યુલારીટી અને અમિતાભ બચ્ચન સામે બેસવા સાથે તેના સવાલોનાં જવાબ આપવા અનેક લોકો ઈચ્છા કરતા હોય છે.

કોન બનેગા કરોડપતિ શો દ્વારા જુનિયર શો કરવામાં આવ્યો હતો. જેમાં દેશનાં અનેક બાળકોએ ભાગ લીધો હતો જે વચ્ચેથી પ્રથમ ટોપ 10 માં અને બાદમાં હોટ સીટ સુધી ભરૂચનો અનમોલ શાસ્ત્રી પહોંચ્યો હતો અને એ બાદ એક અમિતાભ બચ્ચનનાં કોમ્પ્યુટર સ્ક્રીન દ્વારા પૂછવામાં આવેલ સવાલોનાં અનમોલે જવાબો આપ્યા હતા..!!

મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચ જિલ્લાનાં દહેજની રિલાયન્સ કંપનીનાં સેફટી ડીપા. માં કામ કરતા કર્મચારીનાં પુત્ર અનમોલે આ સિદ્ધિ હાંસલ કરતા પરિવારજનો અને મિત્ર મંડળમાં ખુશીની લહેર જોવા મળી હતી..!!

Advertisement

આપને જણાવી દઈએ કે અનમોલ શાસ્ત્રીએ આ શો માં 25 લાખની રકમનો વિજેતા બન્યો હતો, તેમજ 50 લાખ માટે પૂછવામાં આવેલ એક સવાલનો અનમોલ પાસે યોગ્ય ઉત્તર ન હોવાના કારણે તેણે ગેમ કવિટ કરી લીધી હતી, જોકે અનમોલ શાસ્ત્રીની આટલી નાની વયની ઉંમરમાં આટલા અનુભવી સવાલોનાં જવાબો આપવાની સિદ્ધિને લોકોએ ચોતરફ વખાણી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી..!!!


Share

Related posts

સુરત કામરેજ ખાતેથી ઝડપાયેલી 25.80 કરોડની નકલી નોટ મામલે મોટો ખુલાસો.

ProudOfGujarat

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

ProudOfGujarat

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના રહેણાંક મકાનમાંથી ૩૬ હજારનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!