Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વડોદરાનાં યુવકનો જંબુસર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લાનાં જંબુસર પંથકમાં આવેલ વહેલમ ગામની સીમમાંથી વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય નિકુંજ પટેલ નામનાં યુવકની ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળતા ભારે ખળભળાટ મચ્યો હતો.

બનાવ અંગેની પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર નિકુંજ પટેલે પ્રેમ પ્રકરણમાં લીમડાનાં ઝાડ પર લટકી જઇ આત્મહત્યા કર્યા હોવાનું હાલમાં પરિવાજનો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ મૃતકની લાશનો જંબુસર પોલીસે કબ્જો લઈ તેને પી.એમ કાર્યવાહી અર્થે ખસેડી મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથધરી વધુ તપાસ શરૂ કરી હતી.

વહેલમ ગામની સીમમાં અચાનક યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી ગ્રામજનોમાં પ્રસરતા ગામમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો
હતો..!!!

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી રૂ! ૪૪,૯૦૦ નાં એલ.ઈ.ડી ટીવીની ચોરી

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા શહેરમાં આવકવેરા વિભાગનાં દરોડા, વેપારીઓ બિલ્ડર લોબીમાં ફફડાટ.

ProudOfGujarat

વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ પાસેથી બે મોબાઇલ મળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!