રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી દર વર્ષે ચોકકસ ધ્યેય યુકત અને ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને લોકોમાં ઉર્જા સંરક્ષણ બાબતે જાગૃતિ લાવવા માટે થાય છે.
વીજળી સામાન્ય જન જીવનની જરૂરિયાત છે વીજળી વગરનું જીવન આજના લોકો માટે શકય નથી, આ ઉર્જા સ્ત્રોતોને બચાવવા માત્ર ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્બરનાં 1991 થી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ઉર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુન: અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને બચાવવાનો છે વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો અને ઇલેકટ્રીસિટી ઓછા વાપરે તેવા વાયરોનો ઉપયોગ કરવો જોઈએ.
Advertisement