Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનનાં ખેડુતોએ વળતર બાબતે શહેર કાર્યાલય ખાતે વાગરાનાં ધારાસભ્યને રજુઆત કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાનાં વડવા, દશાન, વેરવાડા તેમજ કુકરવાડા ગામના ખેડૂતો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર “ભાડભૂત બેરેજ યોજના” માં નદી કિનારાની બૌડાનાં કાર્યક્ષેત્રમાં આવતી નદી કિનારાની ફળદ્રુપ જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે જે અંગેનું એક જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. ભરૂચ-ભાડભૂત નર્મદા કિનારાની બંને તરફ પાળા બનાવવાની યોજનામાં જમીન સંપાદન કાર્યવાહી અંગે અમારી કોઈ સંમતી લેવામાં આવી નથી.

હાલમાં એક્ષપ્રેસ હાઈવે માટે દહેગામની સંપાદિત જમીનની જંત્રી કરતા વધુ વળતર આપવામાં આવ્યું છે. વડવા, દશાન, વેરવાડા તેમજ કુકરવાડાનાં ખેડૂતોની કાસવા ખાતે ચુકવેલ વળતર કરતા ભરૂચ શહેરની નજીક, નદીકિનારે, ફાર્મહાઉસ માટેની કિંમતી જમીન હોય વધુ વળતર માટે માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. જે અંગે ધારાસભ્યએ રજૂઆતને યોગ્ય રીતે પહોંચાડવાની ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ સામે HC એ કર્યો સુઓમોટો

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચુંટણી માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી .

ProudOfGujarat

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!