ભરૂચ જિલ્લાનાં તવરા ગામે રાત્રીનાં 12 કલાકની આસપાસ ઝાડેશ્વર શુક્લતીર્થ મેઇન રોડ પર તવરા ગામ નજીક રહેણાંક વિસ્તાર નજીક મહાકાય મગર હોવાની જાણ ગ્રામ પંચાયતનાં સભ્ય રાજેશ ગોહિલે વનવિભાગ અને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને કરી હતી ત્યારબાદ વનવિભાગ અને નેચર પ્રોટેક્શનનાં સભ્યો દ્વારા સ્થળ પર જઇને જોતા આશરે 12 ફુટ લાંબો મગર (ઇન્ડિયન માર્શ ક્રોકોડાઇલ) જોવા મળ્યો હતો.
મગર એ એક વન્યજીવ હોય તેથી અને રહેણાંક વિસ્તાર નજીક હોવાથી મનુષ્યને મગર દ્વારા અને મગરને મનુષ્ય દ્વારા કોઇ હાની ન પહોંચે તે આશયથી વનવિભાગ અને નેચર પ્રોટેક્શન દ્વારા 2 કલાકની જહેમત બાદ સહિ સલામત રીતે રેસ્કયુ કરવામા આવ્યો હતો. આશરે 520 કિલો ગ્રામ વજન ધરાવતા મગરને સહિ સલામત રીતે ભરૂચ વનવિભાગ સ્થિત રેવા નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો જરૂર મેડિકલ ચેકઅપ બાદ મગરને તેના કુદરતી રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામા આવશે.