Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

Share

ભરૂચ તાલુકાનાં નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યો ઇસમ ઉ.વ. આશરે (૫૨) નો મૃતદેહ વિકૃત હાલતમા મળી આવ્યો હતો. જેની જાણ નબીપુર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકે શરીરે સફારી જેવું રાખોડી કલરનું આખી બાયનું શર્ટ તથા કમરનાં ભાગે રાખોડી કલરનું પેન્ટ પહેરેલ છે. સદર અજાણ્યા ઇસમના વાલી વારસ બાબતે જો કોઈને હકીકત મળી આવે તો નબીપુર પોલીસ મથકના ટેલિફોન નંબર 02642 283233 તથા મો.નંબર 7096288548 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

‘ ક્યાં આપકે નમક મે પ્લાસ્ટિક હૈ..? ‘ ગુજરાતના મીઠા ઉત્પાદન અંગે થયેલો ચોંકાવનારો સર્વે

ProudOfGujarat

વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ફરી એક વખત ચર્ચાના ચાકડે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!