ભરૂચ શહેરનાં અનેક એવા વિસ્તારો છે જ્યાં મસમોટા ખાડા જોવા મળતા હોય છે એ પછી શહેરનાં મુખ્ય માર્ગ હોય કે અંતરિયાળ માર્ગો, જ્યાં જુઓ ત્યાં ખાડાઓ વાહન ચાલકો માટે મુસીબત સમાન બન્યા છે. ખાડામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ખાડા દેખાતા નથી અને આખરે વાહન ખાડા પડે તો વાહન ચાલકે બેલેન્સ ગુમાવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ગત ચોમાસાની ઋતુથી ભરૂચનાં માર્ગો ઉપર થતું આવ્યું છે.
ભરૂચ નગરપાલિકાનાં તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં રસ્તાનાં રીપેરીંગ કાર્ય હાથ ધર્યા છે. પરંતુ મુખ્ય માર્ગો પર અનેક એવા સ્થળો છે જ્યાં આજે પણ આ ખાડા જે સે થે તેવી સ્થિતીમાં જોવા મળી રહ્યા છે, અને આખરે આ ખાડાઓ લોકો અને વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધારી રહયા છે.
આમ તો પાલિકાનું તંત્ર રસ્તાઓ બનાવી રહ્યું છે પરંતુ કોઈ નકકર રણનીતિનાં ભાગરૂપે શહેરનાં મુખ્ય માર્ગોના ખાડા પૂરો અભિયાન પાલિકાનાં કર્મચારીઓએ કરવું જોઈએ તે જ સમયની પણ માંગ છે અને લોકોને પણ આ ખાડામય રસ્તાઓમાંથી મુક્તિ મળે તેમ છે.