ગત સાંજથી રાજ્યનાં અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદી માહોલનાં કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અચાનક આવેલા વાતાવરણમાં પલટો અને ત્યારબાદ વરસતા વરસાદી માહોલનાં કારણે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો કર્યો છે.
ભરૂચ જિલ્લામાં સતત વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસતા કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોમાં ભારે નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે સાથે જ દહેજ ખાતે મીઠા ઉધોગ પર પણ કમોસમી વરસાદ આફત સમાન બન્યો હોય તેમ જાણવા મળ્યું છે.
Advertisement
એક તરફ શિયાળાની શીત લહેર અને બીજી તરફ વરસાદી માહોલે લોકો ને ધ્રુજાડી મુક્યા હતા, સાથે જ લોકો પણ આ પ્રકારના બેવડી ઋતુના અનુભવ સામે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી કાળજી રાખતા નજરે પડયા હતા.