Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને સીવણ કલાસની તાલીમ આપી પ્રમાણપત્રો આપવામાં આવ્યાં.

Share

આજરોજ તારીખ 9/12/2020 નાં રોજ તિલકવાડા તાલુકામાં છેલ્લા બે મહિનાથી તિલકવાડા ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજનાઓ જેમ કે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને છેલ્લા બે મહિનાથી સીવણ કલાસની તાલીમ આપવામાં આવી

અને આજરોજ આ તમામ મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ આવનારા દિવસોમાં આ તમામ મહિલાઓ પોતાના પગ પર ઉભા રહી અને આ સરકારની સીવણ કલાસની તાલીમ દ્વારા સ્વરોજગારી મેળવી અને પોતાના પરિવારનું જીવન ગુજરાત ચલાવી શકે અને તેઓ પોતે પગભર થાય એવી શુભેચ્છાઓ પાઠવી અને આ તમામ 50 મહિલાઓએ છેલ્લા બે મહિનામાં ખૂબ જ વિવિધ પ્રકારના કાપડોમાંથી ડ્રેસો માસ્ક તેમજ મહિલાઓ અને બાળકોના કપડાઓ બનાવ્યા એ બદલ આ તમામ આદિવાસી મહિલાઓનું ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો

અને આવી જ રીતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ આવનારા સમયમાં આ તમામ મહિલાઓ પોતાના પગ ભર સ્વનિર્ભર ઉભા રહે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે તેવી સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજન ભાઈ વસાવા, તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ ભાઈ તડવી, તિલકવાડા તાલુકા મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, પ્રગતિ મહિલા મંડળ પ્રમુખ જ્યોતિબેન, તિલકવાડા ગ્રામ પંચાયતમાં સીવણ કલાસની તાલીમમાં સેવા આપનાર સાચલાબેન આ તમામએ આવનાર દિવસોમાં આ તમામ મહિલાઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

પુત્ર ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી બન્યો, માતા લોકોના ઘરમાં રોટલા ઘડે છે..જાણો વધુ

ProudOfGujarat

પાલેજ જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની અભૂતપૂર્વ ઉજવણી કરાઈ.

ProudOfGujarat

 નેત્રંગ પી.એસ.આઇ.એ ભાંગોરી ગામની સીમમાં આઇસર-ટેમ્પામાંથી ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!