ભરૂચ શહેરમાં અનેક રીક્ષા ધારકો પોતાની રોજી રોટી મેળવે છે પરંતુ શહેરનાં બિસ્માર રસ્તાઓ આ રીક્ષા ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. શહેરનાં અંતરિયાળ વિસ્તાર હોય કે મુખ્ય માર્ગ ઠેરઠેર મસ મોટા ખાડા માથાનાં દુખાવા સમાન તેમજ રીક્ષા અને અન્ય વાહનોના સ્પેરપાર્ટ હલાવી મૂકે તેવી પરિસ્થિતિમાં જોવા મળે છે.
આજે ભરૂચનાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા સમાહર્તાને રજુઆત કરવામાં આવી હતી, જેમાં શહેરનાં જુના ભરુચ વિસ્તારના બિસ્માર રસ્તાઓ વહેલી તકે રીપેરીંગ કરવામા આવે તેવી માંગ આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી.
મહત્ત્વની બાબત છે કે અનેક સ્થળે રસ્તા બિસ્માર છે જયાંથી ખુદ અધિકારીઓ અને નેતાઓ પણ પસાર થર હોય છે તેમ છતાં રસ્તા રીપેરીંગમાં તંત્રની આ પ્રકારની ઢીલાશ સામે દિવસેને દિવસે લોકોમાં રોષ વધી રહ્યો છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવા માટે 2 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા પંરતુ એ સોસાયટી ઓને જોડતા માર્ગોની મરામત કરાઇ હતી, સાથે જ પાલિકા તંત્ર જુના ભરૂચ સાથે ઓરમાયું વર્તન કરાયું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.