ભરૂચ તાલુકાનાં દહેગામ ગામ ખાતે આજે ખેડૂતોએ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો, ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે વડોદરા-મુંબઈ એક્સપ્રેસની કામગીરી દરમિયાન દહેગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે જેથી ખેડુતોનાં ઉભા પાકમાં નુકશાની થઇ છે.
આશરે 40 થી 50 એકર ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકશાન થતા ખેડૂતો લાલ ધૂમ બન્યા હતા અને બ્રિજ બનાવતી કંપની પાસે વળતરની માંગ ઉચ્ચારી હતી, ખેડૂતોનાં જણાવ્યા મુજબ ખેતરોમાં પાણી ફરી વળવાના કારણે મગ, તુવેર, ઘઉં, મઠીયા, જુવારનાં પાકોને નુકશાન થયું.
Advertisement