Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચથી અંકલેશ્વર જવાનાં માર્ગ પર છાપરા પાટિયા પાસે રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી જતા એક વ્યક્તિને ઇજા…

Share

ગોલ્ડન બ્રિજ પાસે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર છાપરા ગામના પાટિયા નજીક રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું. જેથી રીક્ષા પલટી જતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે વિગતે જોતા કોરોનાં મહામારીનાં પગલે ટ્રેનો બંધ છે ત્યારે ભરૂચથી અંકલેશ્વર તરફ અવરજવર કરતા લોકો, કર્મચારીઓ અને કામદારો વિવિધ વાહનો દ્વારા સડક માર્ગે ભરૂચથી અંકલેશ્વર અવરજવર કરી રહ્યા છે. તેથી આ માર્ગ પર વાહન વ્યવહાર ખુબ વધી ગયો છે. તેવામાં આજે એક રીક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી જતા રીક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ બનતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની આગાહીથી વાતાવરણમાં પલટો

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં નવા સાત વાહનોનો ઉમેરો થતા અગ્નિશમન ક્ષમતામાં નોંધ પાત્ર વધારો થવા પામ્યો છે.

ProudOfGujarat

સાયન્સ સિટીમાં હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ અને એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી ઉભી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!