ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક પછી એક વિવાદ ઉભો થયા કરે છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલનાં વિસ્તારમાંથી મેડિકલ વેસ્ટ ઝડપાયું હતું. તેના ગણતરીનાં દિવસો બાદ ફરી એકવાર આજે તા. 9/12/2020 નાં રોજ ફરી એકવાર સિવિલ હોસ્પિટલનાં વિસ્તારમાંથી જંગી માત્રામાં મેડિકલ વેસ્ટ ઝડપાતા આ બાબત ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. મેડિકલ વેસ્ટમાં વપરાયેલ સિરિજ, દવાઓના ખોખા, અલગ-અલગ ઓપરેશનનાં મોજા, પી.પી.ઈ. કીટ વગેરે જણાઈ હતી.
આવો મેડિકલ વેસ્ટ ગમે ત્યાં રઝળતો મૂકી દેવામાં આવે તો રોગચાળો ફેલાવી શકે છે તેમજ કોરોના ગાઈડલાઈન મુજબ પણ આવી રઝળતી પી.પી.ઈ. કીટો કોરોના ફેલાવવા અંગે ખુબ ભંયકર સાબિત થાય તેમ હોય છે.
જોકે આ વખતે સિવિલ સર્જનને જાણ થતાં તરત જ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મેડિકલ વેસ્ટનો આયોજનબદ્ધ નિકાલ કરવામાં આવ્યો હતો.
Advertisement