ભરૂચ નગરનાં જુદા-જુદા વિસ્તારમાં થોડા-થોડા દિવસના અંતરે પાઇપ લાઇનનો ફાટવાની ઘટના સામાન્ય બની ગઈ છે. આવી ઘટનાને પગલે ખુબ મોટી માત્રામાં પાણીનો વેડફાટ થાય છે. એકબાજુ જ્યાં નગરના ખૂબ મોટા વિસ્તારમાં પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યાં બીજી બાજુ પાણીનો ખુબ મોટાપાયે વેડફાટ થાય છે.
ભરૂચનાં ફાટાતળાવ નજીક પીવાના પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. જેથી ઢાલથી લઈ ફાટાતળાવ સુધી જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા હતા. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર તકલીફો પડી રહી હતી. ઢાલ વિસ્તારનાં રહીશો અને ફાટાતળાવનાં રહીશોએ આ ઘટના અંગે નગરપાલિકાને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
Advertisement