ભારત બંધનાં એલાનને ભરૂચનાં અનેક સંગઠનોએ અને વેપારીઓએ બંધ પાડવા અપીલ કરી હતી તેવામાં જેની પર મુખ્ય બંધનો આધાર હતો તેવી ખેડૂતો પર આધારિત ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી. માં વડદલા એ.પી.એમ.સી. પર બંધની કોઇ નોંધપાત્ર અસર જણાઈ ન હતી.
જયારે મહંમદપુરા સ્થિત ખેડૂત ઉતપન્ન બજાર સમિતિનાં વેપારીઓ બંધનાં એલાનમાં જોડાતા એ.પી.એમ.સી. સદંતર બંધ જોવા મળી હતી. જયારે ભરૂચ જિલ્લામાં પણ મોટા ભાગનાં વેપારીઓ બંધમાં જોડાયા હતાં.
ભરૂચ જિલ્લાનાં ભરૂચ સહિતનાં નગરોમાં અને મોટા ગામોમાં ભારત બંધનાં એલાનને મિશ્ર પ્રત્યાઘાત સાંપડયા હતાં. તેમ છતાં ભાવનાત્મક અને મોરલ કે રાજકીય રીતે જોતા ભરૂચ પંથકમાં ભારત બંધને ધારણા કરતા વધુ સફળતા પ્રાપ્ત થઈ હતી.
Advertisement