Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભારત બંધનાં એલાનને પગલે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર માર્ગો પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કરાયો..

Share

આજે તા. 8/12/2020 નાં રોજ ભારત બંધનાં એલાનનાં પગલે ભરૂચ પથકમાં માર્ગો પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર બંધ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દહેજ માર્ગ પર નવેઠા નજીક તો નર્મદા ચોકડી, ઝાડેશ્વર ચોકડી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ પર ટાયર સળગાવી વાહનોની અવરજવરને રોકવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાય હતી. ભારત બંધનાં એલાનને પગલે આમ પણ આ માર્ગ પર રોજ કરતાં ખૂબ ઓછો વાહન વ્યવહાર જણાતો હતો. ટ્રક, ટેન્કર, મોટરકારનાં ચાલકોએ જાણે કે બંધને સમર્થન આપ્યું હોય તેમ વિવિધ હોટલો કે અન્ય સ્થાનકોએ વાહનો થંભાવી દીધા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાની અનોખી રથયાત્રા : રોબોટ રથમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા.

ProudOfGujarat

મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગરબા ગાઇને સિઝનલ ફ્લુની જનજાગૃતિ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!