ભરૂચ નગરમાં ભારત બંધનાં એલાનને જબરજસ્ત પ્રતિભાવ સાંપડયો હતો. વહેલી સવારથી જ મોટાભાગનાં દુકાનદારોએ પોતાની દુકાનો બંધ હોવાના પગલે નગરનાં વાહનવ્યવહાર પર પણ તેની અસર પડી હતી. રિક્ષા સહિત અન્ય વાહનોની અવરજવર ઓછી જણાઈ હતી.
કતોપોર બજાર, ગાંધી બજાર સહિતનાં મહત્વનાં બજારો બંધ રહ્યા હતા. આ બજારો બંધ રહેતા તેની અસર ભરૂચ નગરનાં સામાન્ય જનજીવન પર પડી હતી. જનજીવન અંશત: બંધ રહ્યું હોય તેવા દ્રશ્યો ખડા થયા હતા. એ સાથે કતોપોર બજાર અને ગાંધી બજાર જેવા ભરૂચ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારો સાથે સંકળાયેલા હોય ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોની અવરજવર ખૂબ ઓછી થતાં એસ.ટી બસોમાં મુસાફરો ન જણાતા એસ.ટી. બસો ખાલી જણાઈ હતી. આ બંધનાં એલાનને પગલે વહેલી સવારથી ધમધમતા વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી. જીલ્લામાં પણ ભારત બંધનાં એલાનને ધારણા કરતાં વધુ સફળતા મળી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
ભરૂચ નગરનાં બજારો ભારત બંધનાં એલાનમાં બંધ રહ્યા…
Advertisement