Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ….

Share

તા.8/12/2020 નાં મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે પરંતુ ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં વેપારીઓ આ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ તેવી જાહેરાત વાગરાનાં ધારાસભ્ય અને એ.પી.એમ.સી. નાં ચેરમેન અરૂણસિંહ રણાએ કરી હતી.

જોકે વાસ્તવમાં એ.પી.એમ.સી. નાં વેપારીઓ કેવું વલણ અપનાવે છે તેની જાણ તો આવતીકાલે થશે તેવી લોકચર્ચા ચાલી રહી છે એટલું જ નહીં પરંતુ ભરૂચ જીલ્લાનાં બજારો ભારત બંધનાં સમર્થનમાં તો કેટલાક બજાર ભારત બંધનાં વિરોધમાં હોવાનું જણાઈ રહ્યું છે તેવી જ રીતે કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે નહીં અને બંધને સમર્થ આપશે તો કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે એમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- તાલુકા પોલીસની હદ વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે ગાંજા સાથે એક યુવકની અટકાયત કરી…

ProudOfGujarat

કચ્છ યુનિવર્સીટીમા આગામી સેનેટની ચુંટણીને લઇને ABVPનો વિરોધ-કુલપતિના ધેરાવ સાથે ચુંટણી પ્રક્રિયા કરનાર પ્રોફેસરનુ મોઢુ કાળુ કર્યુ….

ProudOfGujarat

સુખની શોધ ના થાય, શોધમાં જ સુખ સમાયેલું છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!