ભરૂચ દહેજ માર્ગ ઉપર આવેલ બાયપાસ ચોકડી બ્રિજ નજીક ના વિસ્તારમાં ગત રોજ મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત ની ઘટના માં એક યુવતી નું મોત થયું હતું તેમજ એક બાળક ઘાયલ થયો હતો જે બાદ સ્થાનિકો માં ભારે આક્રોશ તંત્ર સામે જોવા મળ્યો હતો અને લોકો એ રસ્તા ઉપર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો…જેના કારણે તંત્ર માં ભારે દોઢધામ મચી હતી….
આજ રોજ ભરૂચ દહેજ ને જોડતા બાયપાસ પાસે ના સોસાયટી વિસ્તાર માર્ગ ઉપર સ્પીડ બ્રેકર બમ્પ બનાવી લોકો ના આક્રોશ ને થાળવા નો પ્રયત્નો કર્યો હતો તેમજ સ્થાનિક લોકો એ મોડે-મોડે જાગેલા વહીવટી તંત્ર ને માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટો મુકવા માંગ કરી હતી.
હારૂન પટેલ

