કૃષિ કાયદાનાં વિરોધમાં જયારે દેશનાં ખેડૂત લડત આપી રહ્યા છે ત્યારે દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં ખેડૂતો ભેગા થઈ રહ્યા છે પોતાની વ્યાજબી માંગ અંગે ખેડૂતો પર વોટરકેનન એટલે કે પાણી મારો અને લાઠી ચાર્જ કરવામાં આવે છે જેનો ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ વિરોધનાં ભાગરૂપે તા. 8/12/2020 નાં રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનનાં પગલે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંધનાં પ્રમુખ અરવિંદસિંહ રણાએ સમર્થન આપેલ છે તેમણે જણાવ્યુ છે કે કૃષિ કાયદા અમલમાં દેશનાં ખેડૂતને વધુમાં વધુ ગરીબ થશે તેમજ આપણા ખેતરની ઉપજ મૂડીવાદીઓને વધુ કિંમત આપી ખરીદવી પડશે. ચારે તરફથી શોષણની રીતિનીતિ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અપનાવી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આપવામાં આવેલ ભારત બંધનાં એલાનને અમે ટેકો જાહેર કરીએ છે સાથે જ મહંમદપુરા એ.પી.એમ.સી. નાં વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખે તેવી અપીલ કરીએ છીએ.
ભારત બંધનાં એલાનને સમર્થન આપતા રાષ્ટ્રીય વિકાસ સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા…
Advertisement