ભરૂચની જે.પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી એવો આક્ષેપ એન.એસ.યુ.આઈ નાં પ્રમુખ યોગી પટેલે કર્યો હતો. યોગી પટેલે જણાવ્યું હતુ કે લેબમાં પ્રેકટીકલ કરવા વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં આવે છે અને કોવિડની ગાઇડલાઇનનું ઉલ્લંધન કરવામાં આવે છે.
સ્કોલરશીપ અને પ્રવેશ પ્રક્રિયાની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાય છે તેમજ કેમ્પસમાં વિદ્યાર્થીઓનાં ટોળા માસ્ક વગર જણાય છે. તેમજ કોલેજનો સ્ટાફ પણ સરકારની ગાઇડલાઇન પ્રમણે ૩૦% જ બોલાવવાનો હોય છે પરંતુ કોલેજમાં પૂરેપૂરા સ્ટાફને બોલાવામાં આવે છે.
આમ વિદ્યાર્થી તેમજ તેમનાં પરીવારને કોરોના થશે તો જવાબદાર કોણ ? શું કોલેજ સંચાલકો જવાબદારી લેશે ખરા.? તેવા પ્રશ્નો એન.એસ.યુ.આઈ દ્વારા કરવામાં આવ્યા હતા.
આવી કોલેજોનાં સંચાલકો પર સરકારનાં ધારા ધોરણ મુજબ કાર્યવાહી થાય એવી ભરૂચ જીલ્લા એન.એસ.યુ.આઈ નાં પ્રમુખ યોગી પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લાની જે.પી કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા….
Advertisement